STORYMIRROR

Drsatyam Barot

Classics Fantasy

3  

Drsatyam Barot

Classics Fantasy

સુનેરી પંખી બોલે

સુનેરી પંખી બોલે

1 min
12.8K


ગાતું'તું મીઠું મીઠું ને,

યાદોને તાજી કરતું'તું,

વાતો ભવની કરતું કરતું,

એક સુનેરી પંખી બોલે.

પ્હેલા ભવમાં બાવળ બન્યા'તા,

કેવા ખિલ્યા'તા કાંટા...!

કાંટે બેસી ગીતો ગાતું,

એક સુનેરી પંખી બોલે.

બીજા ભવમાં આબો બનતા, 

ને ફૂલો ખિલ્યાતા મીઠા,

કેરી બનીતી મારી પ્રીત્યું,

એક સુનેરી પંખી બોલે.

ત્રીજા ભવમાં ચંદન બન્યાં,

શ્વાસોની ખુશ્બૂ ફેલાવી,

દિલમાં મીઠી શાતા કરતું,

એક સુનેરી પંખી બોલે.

ચોથા ભવમાં વડલો બન્યા,

જોગી બન્યા'તા જટાળા.

ઝૂલી ઝૂલી હિચકો ખાતું,

એક સુનેરી પંખી બોલે.

પાંચમાં ભવમાં પીપળો બન્યાં,

ભૂતોને દીધી શાતા,

ડાળી ડાળી વસતો હરિ તું,

એક સુનેરી પંખી બોલે.

છઠ્ઠા ભવમાં લીમડો બન્યાં,

પાને પાને અમરુત પીધા.

સૌના દુઃખ-દર્દોને હરતું,

એક સુનેરી પંખી બોલે.

સાતમાં ભવમાં બીલી બન્યાં,

શંકર વ્હાલા થઇને બેઠા.

શ્વાસે શ્વાસો શિવને ધરતું,

એક સુનેરી પંખી બોલે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics