STORYMIRROR

Bharat Thacker

Inspirational

3  

Bharat Thacker

Inspirational

સુખનાં સ્વર - રસોઈ ઘર

સુખનાં સ્વર - રસોઈ ઘર

1 min
190

રસોડું એ માત્ર રસોઈ ઘર નથી, આપણી સંસ્કૃતિ અને સંસ્કાર છે

દરેક સમયે બહારથી ખાવાનું મંગાવવું એ વકરતો જતો વિકાર છે,


રાંધણ કલા એ માત્ર કલા નથી, તેમાં નિહિત છે ધણાં સદગુણો

કામણગારી રાંધણ કલા તો કુટુંબની મીઠાશ વધારવામાં સુત્રધાર છે,


જે ઘરે રસોઈ બંધ થાય છે, ત્યાં છવાઈ રહે છે અભાવોનો અંધકાર

સક્રીય રસોડા વગરનું ઘર, હોસ્ટેલ કે હોટલનો કરાવે દીદાર છે,


પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ પીડા લાવશે પારાવાર

બહારથી ખાવાનું મંગાવવાની 

આદત, સામાજિક સમસ્યાઓ અને દુઃખોનું દ્રાર છે,


બહારથી ખાવાનું મંગાવવાની આદત, ઘરને બનાવી શકે છે હોસ્પિટલ

જ્યાં ઘેર બનતી હોય છે રસોઈ, એ ઘર પણ મંદિર જેવું આબરુદાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational