STORYMIRROR

Bharat Thacker

Inspirational

4  

Bharat Thacker

Inspirational

સુખી ઘરની ચાવી

સુખી ઘરની ચાવી

1 min
305

પોતાના ઘરનું હોય ઘર,

એવા દરેકને અરમાન હોય છે,

પોતાનું ઘર બનાવતા લોકો,

તેમાં રેડી દેતા જાન હોય છે.


‘સુખી ઘર’ની બે ચાવી રુપે,

પતિ અને પત્ની દરવાન હોય છે,

મકાનને ‘સુખી ઘર’ બનાવવું,

એક આહવાન હોય છે.


‘સુખી ઘર’માં વડીલોનું,

સચવાતું સન્માન હોય છે,

ઘરમાં વાસણ તો ખખડે,

પણ તેમા પ્રમાણભાન હોય છે.


‘સુખી ઘર’ની બે ચાવી રુપે,

પતિ અને પત્ની દરવાન હોય છે,

‘સુખી ઘર’માં હમેંશા સંસ્કારોનું,

અનુસંધાન હોય છે.


‘સુખી ઘર’મા મહેમાનોનું,

જળવાતું બહુમાન હોય છે,

‘સુખી ઘર’મા દરેક સમસ્યાઓનું,

શોધાતું સમાધાન હોય છે.


‘સુખી ઘર’ની બે ચાવી રુપે,

પતિ અને પત્ની દરવાન હોય છે,

‘સુખી ઘર’મા દરેકે દરેક પ્રસંગોનું,

થાતું રસપાન હોય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational