સુખદ કે દુઃખદ?
સુખદ કે દુઃખદ?
મારી માટે ગતવર્ષ સુખદ કે દુઃખદ?
કહોને મને
મારી માટે ગતવર્ષ સુખદ કે દુઃખદ?
મારા કુટુંબની કોઈ વ્યક્તિનો
ભોગ ન લીધો
અસાધ્ય રોગ કોરોના એ
પરંતુ
લાખો અજાણ્યા મનુષ્યો એ
જીવ ગુમાવ્યો,
તો કહોને મારું ગતવર્ષ સુખદ કે દુઃખદ?
હોળી ગઈ દિવાળી ગઈ
દરેક સારા તહેવાર ગયા
મારા એકદમ સારા
કારણ મારા કુટુંબનું કોઈ
મને મૂકી સ્વર્ગવાસી ન થયું કોરોના કારણે,
પરંતુ,
નાના ભૂલકાં પિતાની છત્ર છાયા ગુમાવતા
દિવાળીમાં હોળી પામ્યા
તો કહોને મારું ગતવર્ષ સુખદ કે દુઃખદ?
