સત્યનાં પારખાં
સત્યનાં પારખાં
જગમાં પારખાં સત્યનાં,
અસત્ય મહેલે મંડાય,
જીવન પારખાં સૌ કોઈ કરે,
મૃત્યુ પારખાં કરે તો જાણું,
શ્વાસમાં શ્યામ ઘોળી,
મીરાં ઝેર પીવે,
તું જીવન ઝેર પચાવે તો જાણું,
સત્ય અસત્ય સમય વાણા,
સમયનાં ચિર હરે તો જાણું,
કોઈ ગોવિંદ લીલા કરે પાછી,
આ જીવન દ્રૌપદી ચિર પૂરે તો જાણું.