Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mulraj Kapoor

Inspirational

3  

Mulraj Kapoor

Inspirational

સ્ટેજ

સ્ટેજ

1 min
7


રંગારંગ સ્ટેજ તૈયાર છે,

ઘડેલા બધા કલાકાર છે,

નેપથ્ય મહી ભણકાર છે,

પડદો ઊઠવાની વાર છે,


અદના એમાં કલાકાર છે,

પાત્રોમાં પણ પડકાર છે,

કોઈના હાથે તલવાર છે,

કોઈના ભાગે ખાલી માર છે,


ગરીબ સામે પૈસાદાર છે,

પણ નાટક જોરદાર છે,

લાબું ક્યાં એ ચાલનાર છે !

એનો પડદો પડનાર છે,

સ્ટેજ એ જ રહી જનાર છે,


નવું જ નાટક રજૂ થશે,

કલાકારો પણ નવા હશે,

એમાં નવા પાત્રો આવશે,

દિગ્દર્શક તો એ જ રહેશે. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational