STORYMIRROR

Khyati Anjaria

Inspirational

3  

Khyati Anjaria

Inspirational

સ્ત્રી શક્તિ

સ્ત્રી શક્તિ

1 min
431

ધીમે નહીં, અનરાધાર વરસ તું,

બારેમાસ અપાર વરસ તું,

પર્ણ નું ઝાકળ બિંદુ નહીં તું,

વીજળી બની ને ગર્જના કર તું.

 

કૂંપળ ફૂટી ને નાજુક કળીઓ, બાગે ખીલવા માંગે,

શા કાજે કોઈ કોમળ કળીઓને ચૂંટી લેવા માંગે ?

 

કોમળ છે, કમજોર ન બન તું,

આંધી સામે જાતે લડ તું,

યાદ રાખજે નારી છે તું,

શક્તિની મહારાણી છે તું.

 

કાંટો વાગશે, ઠોકર લાગશે,

અબળા આખી દુનિયા સમજશે.

 

સર્જનહારની કલાકારી તું,

દુનિયા ને જન્મ દેનારી તું,

તારા નિર્ણયો ખુદથી કર તું,

દુનિયાને હક્ક ના દેતી કદી તું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational