સર્વધર્મ સમભાવ
સર્વધર્મ સમભાવ
કરીએ સમજદારીના પર્વની ઉજવણી,
પરસ્પર રાખી સદાય ઐકયતાનો ભાવ.
હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કહેવાતા,
માનવને ઉગારે એકમાત્ર બંધુત્વની નાવ.
માનવ પર રહે કાયમ સમાનતાનો પ્રભાવ,
ચાલો, દૂર કરી દઈએ સઘળાંય અભાવ.
નાત-જાત તણા ભૂલીને સઘળાંય ભેદભાવ,
ચોપાસ પ્રસરાવી દઈએ એકમાત્ર સમભાવ.
ઉત્સવો,પ્રસંગોને એકજૂથ બની ઉજવીએ,
સાચા સંબંધો એ જ છે જીવનનો સરપાવ.
સર્વધર્મ સમભાવ અને સર્વધર્મ સ્વીકાર એ,
જીવનસૂત્ર બનાવી વિશ્વબંધુત્વનો નિભાવ.
માનવજીવનની મજા માણી લઈએ મનથી,
સહુકોઈ સર્જન પ્રભુનું તો શાનો અલગાવ ?
