સરિતા
સરિતા
બંધન બાંધી ચાલી સરિતા,
સાગરનું મળવું સહજ છે,
વધાવીશું જાન આંગણે હસતાં..
ભાઈની આંખનું ભીંજાવું સહજ છે,
ઘરનો ખાલીપો કોણ જાણી શક્યું છે ?
કઠણ કાળજે ભાભીનું ડૂસકું સહજ છે,
વટવૃક્ષ બની વિસ્તરતું રહ્યું છે,
પાંદડીનું પાનખરે ખરવું સહજ છે,
જગતમાં દીકરી માઁ નું બીજુ રૂપ છે,
સૌને સંભાળતી દીકરીને વળાવવું સહજ છે.
