સરિતા (હાયકુ)
સરિતા (હાયકુ)


વાદળ જળ, ટપક્યું બિંદુ બની, ધરતી પર
ડુંગર ટોચ, તરુવર ડાળખી, ખોરડા છત
વહેતુ થયું, ટીપે ટપકે રૂપ, ઢાળ કોતરી
ચાલી સરક્યું, મક્કમ મનથી, નીર સ્વરૂપે
ધીરજ ધરી, ખારા ઉસ દરિયા, તરફે વહ્યું
માનવ માટી, તરસ છીપવતું, જંગલ સારા
લઇને ચાલ્યું, કુટુંબ કબીલાથી, સમૃદ્ધ બન્યું
ઝરણું બની, ખડખડ વહેતુ, આગળ વધ્યું
નમતું ચાલ્યું, ઝટપટ આગળ, વેગે વહેતુ
બે કાંઠે વસી, લોકજીભે પૂજાતું, સરિતા નામે
શાંત કે રૌદ્ર, વિશાલ ભૂ ભંડાર, તટ વટાવી
કાંપ છાંટતી, ધરતી ધરવતી, તન તપસ્વી
પરબ બાંધી, અટક્યું ક્યારેક, પછી છટક્યું
ભટક્યું તોયે, રત્નાકર પહોંચ્યું, મીઠાશ જોઈ
ખારા જળને, સમુંદર ભળવા, મીઠું કરવા
વાદળ જળ, ટપક્યું બિંદુ બની, ધરતી પર
ખારાશ ભાંગી, મસમોટે ઉદધિ, સતી સરિતા
ધીરજ મોટી, ઉદાર દિલ નદી, હિમ્મત જાજી