STORYMIRROR

Falguni Rathod

Inspirational

4  

Falguni Rathod

Inspirational

સપ્તપદીના ગાઢ બંધન

સપ્તપદીના ગાઢ બંધન

1 min
414

બસ એક તારો સાથ સદા ચાહું છું,

મારામાં હો આસપાસ એજ માગું છું !


પ્રીતની રીતને ક્યાં હું આમ જાણું છું,

શીખવે તું પ્રીત એજ સદા યાચું છું !


આંખોથી આંખોમાં આમ તરી જાઉં છું,

સ્વપ્ન સામે જોતા આમ સદા જાગું છું !


હાથ તારો આમ જ હાથમાં રાખું છું,

સપ્તપદીના ગાઢ બંધન બાંધું છું !


હેતની હેલીમાં રંગ તારો નાખું છું,

તડકે છાંયે સાથ સદાનો માગું છું !


સ્મરણોની શૃંખલા મનમાં રાખું છું,

મધુર જીવન અંત સુધી માગું છું‌ !


સંગ સાથમાં યાદનો બંધ બાંધું છું,

ઘડપણમાં ખીલે વસંત યાચું છું !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational