STORYMIRROR

Leelaben Patel

Drama

4  

Leelaben Patel

Drama

સપનું

સપનું

1 min
384

કલ્પનાની  પાંખથી ઉડવું હતું ,

આભમાં ઊંચે જરા ચડવું હતું.


રોજ આવી સપનાંઓ શણગારતી,

એક પરીને આંખમાં જડવું હતું.


તૂટતું સપનું ઘણું ભેગું કરી,

ઘાટ આપીને ફરી ઘડવું હતું .


આશ એવી પણ હતી મુજ ભીતરે,

આંખના દરિયામાં તુજ પડવું હતું. 


એક ટીપામાં ભળી જઇને પછી ,

અશ્રુ થઇ બસ ગાલ પર દડવું હતું. 


ના સમજ પડતી મને વરસો થયાં,

સત્ય જીવનનું ઘણું કડવું હતું.



Rate this content
Log in

Similar gujarati poem from Drama