સપનું થયું સાકાર
સપનું થયું સાકાર
હતું મારું પણ સપનું એક,
હોય મારે ઘરે પણ કાર એક,
બેસી એમાં ફરવા જાઉં દૂર,
બધી ઋતુમાં ફરી શકું દૂર,
પ્રકૃતિને જાણી શકું મજાથી,
રજાઓને માણી શકું મજાથી,
પણ થશે કઈ રીતે એ વાત સાચી,
ગરીબ છું હું એ વાત સાવ સાચી,
પણ સાચું થયું મારું આ સપનું,
રેસ થઈ શહેરમાં સાચું કરવા સપનું,
ભાગ લીધો મેં, થઈ હતી જે રેસ,
જીતી રેસ ને જીતી જીવનની રેસ,
થયુ હવે મારું સપનું સાકાર,
લાગે જીવન થયું મારું સાકાર.
