સપને આજ મને મારો દેશ મળ્યો'તો
સપને આજ મને મારો દેશ મળ્યો'તો
સપને આજ મને મારો દેશ મળ્યો'તો,
ટેકવીને માથું મારા અંતરે ખૂબ રડ્યો'તો,
જતાં જતાં તેને મારી કલમે એક સંદેશ છોડ્યો'તો,
હું વેચાઈ રહ્યો છું, શોષાય રહ્યો છું,
ગુલામીની બેડીઓ રે બંધાય રહ્યો છું,
લડાઈ ઝઘડે તારા હું ભડકે બળી રહ્યો છું,
પ્રદૂષણથી હું અપાર પીડાઈ રહ્યો છું,
લાલચ ઓ માનવ તારી હું કપાઈ રહ્યો છું,
સત્તાઓના સ્વાર્થમાં સડી રહ્યો છું,
કેવો બિસ્માર ! બીમાર પડી રહ્યો છું,
માનવ તારાથી મૂંઝાઈ રહ્યો છું,
ડરી રહ્યો છું ફફડી રહ્યો છું, રડી રહ્યો છું,
ઓ ભ્રષ્ટાચારી ! મને તો ભ્રષ્ટ ન કર,
બસ કર ....
અસ્તિત્વ તારું જ તો તું અસ્ત ન કર.
