Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deepak Trivedi

Fantasy

3  

Deepak Trivedi

Fantasy

સપનાપુરાણ

સપનાપુરાણ

1 min
5.4K


ગઢનો દરવાજો ખોલ્યો - ને - સપનાં હુડૂડૂડૂહુસ!

મને શૂટ - બૂટમાં દેખીને કરતાં રે ગુસપુસ!


એક ઘોડાનું સપનું મહેંદીલા હાથેથી ઊડ્યું!

માંડ માંડ કેડેથી ઝાલી પાછું એને ગુડ્યું!


મારા હાળા! સપનાં છીંડુ દેખી કરતા ઘુસ!

સપનાં હુડૂડૂડૂહુસ!!

ગઢનો દરવાજો ખોલ્યો - ને - સપનાં હુડૂડૂડૂહુસ!


વળી એક ઊંધામણના સપનાને પાંખો ફૂટી!

જંતરમંતર હું બોલ્યો ને ગધની પાંખો તૂટી!


મને આંટતા સપના લઘરાંવઘરાં મખ્ખીચુસ!

સપનાં હુડૂડૂડૂહુસ!!

મને શૂટ - બૂટમાં દેખીને કરતાં રે ગુસપુસ!


ઊભી પૂછડીએ દરવાજેથી ઊભી પૂછડીએ ભાગ્યો....

ખૂણિયા સપનાઓનો ખાંચો અંગૂઠામાં વાગ્યો.....


મને દોડતો જોઈ - ને - સપનાં બંધબારણે ખુશ!

સપનાં હુડૂડૂડૂહુસ!!

ગઢનો દરવાજો ખોલ્યો - ને - સપનાં હુડૂડૂડૂહુસ!


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy