STORYMIRROR

Sejal Ahir

Inspirational

4  

Sejal Ahir

Inspirational

સફળતા

સફળતા

1 min
372

સફળતાની આશ દિલમાં જગાવવી છે

ખુદની ઓળખાણ  મારે બનાવવી છે.


રાત-દિવસ હું અથાગ પ્રયત્નો કરીશ,

પોતાના પર વિશ્વાસ,શ્રદ્ધા રાખવી છે.


હિંમતને હથિયાર બનાવી ચાલીશ હું,

મુશ્કેલીઓ અડગ બનીને લડવી છે.


ભીતરમાં છુપાયેલી અનેક ખૂબીઓ,

હૈયામાં ડુબકી લગાવીને ખોજવી છે.


કિસ્મતના ભરોસે બેસીને નથી રહેવું,

આત્મનિર્ભર બની જિંદગી જીવવી છે.


સમયનો ટકોરો વાગીને એંધાણ આપે,

કાંટાની ધીમે ધીમે સફળતા મેળવવી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational