STORYMIRROR

Bharat Thacker

Inspirational

4  

Bharat Thacker

Inspirational

સોનેરી સંબંધ

સોનેરી સંબંધ

1 min
352

મિત્રતાનો સંબંધ, દુનિયામાંં છે સહુથી માંતબર,

મિત્રતા થકી જીવન રહે હંમેશા તરબતર છે,


જીવનમાં કદાચ, સગાઓ ફેરવી જાય મુખ,

પણ જીવનમાં મિત્રતાની રહે હંમેશા ઝરમર છે,


બચપન, જવાની કે હોય જીવનનો સંધ્યા સમય,

મિત્ર હોય સાથે તો ક્યાં કોઇ વાતનો ડર છે?


જાત જાતના સગાઓ, ભાત ભાતના હોય છે સંબંધો,

મિત્રતા, સંબંધોની દુનિયાનું અલગ શિખર છે,


જીવનમાંં કેટ કેટલુંય કમાયા અને કેટ કેટલુંય વાપર્યું,

સાચી મિત્રતા તો હંમેશા ગણતરીઓથી પર છે,


સંબંધોની દુનિયામાં, મિત્રતા તો છે ગાગરમાં સાગર,

મિત્રતાની માણતા રહો મોજ, મિત્ર થકી જીવન ઉજાગર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational