STORYMIRROR

Kalpesh Patel

Drama

3  

Kalpesh Patel

Drama

સંકલ્પ

સંકલ્પ

1 min
725

મને તો તારી આંખમાં,

દોડતું એક હરણ દેખાય છે, સીતે,

એને અહીં જ વીંધી નાખું ?

બોલ તું નિયતિના વિધાન આધીન વનયમ બનીશ ?


'ભૌમી' , તને જોતાં એવું

લાગે છે કે

તું વિધિને ને પડકારશે !

આપણે બંને તો એ માટે જ સર્જાયા છીએ,

મારા બાવડાંનો શું 'સંકલ્પ' છે ?

એ તું પણ જાણે છે...

તે હું જાણું છું.


પિનાકની પ્રત્યંચાનો સનસનાટ

તેં સાંભર્યો છે મરાથી પહેલા ...

ત્યારે

નિયતિને આધીન પ્રાર્થું વિશ્વકર્મા

દોષ ન દેતા આ બાવડાંને !


કેટલી આકરી કસોટીએ

જીવનસાથી પસંદ કરવા

વરમાળા લઈને સ્વયંવરે તું ખડી છે !


પામી તને કોઈનેય ગુમાન થાય !

પણ આ વિદેહ વંશની શરત...

ગુરુવર વશિષ્ઠે

અધૂરી કહાની કહી,


ને પછી

એ પછી અંહી લઈ આવ્યા -

હવે તો આપણે નિયતિની યોજનામા બંધાઈ જઈશું ...


તને પામવાની મથામણમાં

હું પણ આખું આયખું વનમાં ખેંચી કાઢીશ...

વચન અને મર્યાદાઓ હૈયે ધરી

માત્ર એક દસગ્રીવને લોપીને ...


સુઝશે તે ઉપાયે ખુશ રાખીશ..

'ભૌમી'

તું જ મારો જીવન 'સંકલ્પ'


શબ્દ સૂચિ :- ભૌમિ- સીતા,


Rate this content
Log in

Similar gujarati poem from Drama