STORYMIRROR

Chirag Sharma

Inspirational

4  

Chirag Sharma

Inspirational

સંઘર્ષ કર

સંઘર્ષ કર

1 min
404

મળે નિષ્ફળતા તો ડગીશ નહિ,

સફળતાથી તું છકીશ નહિ.

યાદરાખ સંઘર્ષમાં એકલા,

અને સફળતામાં સાથેછે બધાં.


ઈશ્વર પર રાખ શ્રદ્ધા,

પરિણામની ચિંતા તું કરીશ નહિ.

મહેનત કર,પ્રયત્ન કર,

આત્મવિશ્વાસથી સંઘર્ષ કર.


આળસ ખંખેરી ઉઠ, લક્ષ્ય

સતત સામે રાખી સંઘર્ષ કર.

આવશે અડચણો અનેક,

નિરાશ ન થા બસ તું સંઘર્ષ કર.


આવશે ઘણાં ખાડાઓ,

આ જીવનરૂપી પથ પર પણ,

આત્મવિશ્વાસથી મહેનત કર,

ડર્યા વિના બસ સંઘર્ષ કર.


મુશ્કેલ ભલે સાચો રસ્તો,

પણ હિંમતથી બસ તું સંઘર્ષ કર.

વિચલિત તું થઈશ નહિ,

ઈશપર રાખીશ્રદ્ધા બસ સંઘર્ષકર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational