સંગાથ
સંગાથ
વિશ્વાસ નામ નથી માત્ર,
જેના વિના અધૂરો છે શ્વાસ,
કોઈ એક સંબંધમાં જરૂરી નથી,
દરેકના પાયામાં હોય છે વિશ્વાસ.
માણસ તો શું ચીજ છે,
ભગવાન પર પણ રાખવી પડે આસ્થા,
તો જ થાય મનોરથ પુરા,
વિશ્વાસ હોવો જોઈએ એવો કે,
નામ માત્રથી થાય કામ.
પ્રેમ અને શ્રદ્ધા પુરક એકબીજાનાં,
અધૂરા રહે છે કોઈ એકનાં સાથ વિનાનાં,
કોઈનો પામવો હોય જો સાથ,
કરવો પડે એકમેક પર વિશ્વાસ.
શ્વાસનો સાથ, ને વિશ્વાસનો વિહાર,
પતિપત્નીનો હોય એવો સંગાથ,
તો જિંદગીભર લાગશે એવું કે,
તારા સિવાય કોઈ આપી જ ના શકે,
મને જીવનભરનો અખુટ પ્રેમ ને વ્હાલ !
