સ્નેહભર્યું ઘર
સ્નેહભર્યું ઘર

ઘર હોય ભલે નાનકું પણ સજાવટથી નિખરે શોભા અપાર,
તાંબા પિત્તળના જુના વાસણો પણ હવે ઘરની શોભા ગણાય,
સ્નેહથી સજાવો હરેક ખૂણો ઘરનો કે જોઈને મન હરખાય.
વધ્યો વપરાશ સ્ટીલનો કેવો જુવો દરેક ઘરમાં,
કલાઈ વાસણોને કરનાર થયા છે સાવ બેકાર,
સ્નેહથી સજાવો હરેક ખૂણો ઘરનો કે જોઈને મન હરખાય.
બનાવતી ફૂલો બન્યા હવે ઘરમા શોભાનો સમાન,
ફૂલોથી મઘમઘતાં ઘરના આંગણા પણ ભાગ્યે જ હવે દેખાય,
સ્નેહથી સજાવો હરેક ખૂણો ઘરનો કે જોઈને મન હરખાય.
સ્વાર્થ છોડી સ્નેહ સંગાથે બાંધીએ જો સાચી પ્રીત,
ઘરની હરેક ઈટ પથ્થર સંગાથે મનડુ પણ જોડાઈ જાય,
સ્નેહથી સજાવો હરેક ખૂણો ઘરનો કે જોઈને મન હરખાય.
'રાજ' કહે ઘરને સાચું બનાવો ઘર ભરપૂર સ્નેહભરી,
મહેમાન પણ મોંઘાઈ ભાળી ગળગળો હેતે થઈ જાય,
ઘર હોય ભલે નાનકું પણ સજાવટથી નિખરે શોભા અપાર.
તાંબા પિત્તળના જુના વાસણો પણ હવે ઘરની શોભા ગણાય,
સ્નેહથી સજાવો હરેક ખૂણો ઘરનો કે જોઈને મન હરખાય.