STORYMIRROR

Pravin Maheta

Inspirational

4  

Pravin Maheta

Inspirational

સ્નેહ વર્ષા

સ્નેહ વર્ષા

1 min
15

નિત્ય સવારે રોજ વહેલા ઉઠી સ્નાનાદિ પતાવજો,

કરજો પૂજા મા - બાપની અને આશિષ મેળવજો.


પછી ઈશ્વર પૂજામાં મગ્ન બની એમને આરાધજો,

ઉગતા સુવર્ણ પ્રભાતે આદિત્યદેવ ને આવકારજો.


કરજો દંડવત્ પ્રણામ નતમસ્તક શીશ નમાવજો,

તામ્ર કળશ જળથી ભરી રવિને અર્ઘ્ય ચઢાવજો.


રોજ રહેવું આનંદમય ને જીવન સારું વિતાવજો,

સમાજ સાથે રહીને એમને સદાય હાથ મિલાવજો.


ના ઠેસ પહોંચે લોકોને, સ્નેહ વર્ષા તમે વરસાવજો,

માનવ બનીને આવ્યા છીએ માનવતા નિભાવજો.


આપણા સહુ ભારતીય બંધુને પોતીકા બનાવજો,

ના પારકા માનવા કદી, પરિવાર માની સ્વીકારજો.


જેમ સોનામાં સુગંધ ભળે તેમ સૌને ભેળવજો,

ના હોય જે રસ્તો પસંદ ત્યાંથી મુખ ફેરવજો.


સત્યના રસ્તે ચાલવું, અસત્યને તમે ધિક્કારજો,

હોય અમીર કે પછી ગરીબ નવ પ્રેમ ગુમાવજો.


છીએ બધા મુસાફર, આપણી ફરજ બજાવજો,

અંતિમ દિને માફી માંગી "પ્રવિણ"વાટ પકડજો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational