STORYMIRROR

Mahendra R. Amin

Romance

4  

Mahendra R. Amin

Romance

સ્નેહ ધારા

સ્નેહ ધારા

1 min
287

મારા દિલની ધડકન છે મારી સદા તું,

મારી પહેલી અને આખરી વફા છે તું,


મારી ચાહનાની અધિક ચાહત છે તું,

મારા પ્રેમપંથનો સુનહરો રાહ છે તું.


ચાહી છે તને મારી ચાહતથી વધુ તને,

મારી પ્રેમ ઝંખનાનો અંતિમ રાહ છે તું 


નજરથી નજરની મળ્યાની યાદ છે તું,

દિલથી મળ્યાના પ્યારની મુસ્કાન છે તું.


'મૃદુ' શબ્દમાળામાં રમતો રણકાર છે તું,

સરિતા સમ વહેતી સ્નેહની ધારા છે તું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance