Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purnendu Desai

Romance

4  

Purnendu Desai

Romance

સંબંધ

સંબંધ

1 min
23.2K


તારા શબ્દોના તીરથી,

આહત થઈને પડેલો છે

સંબંધ, ભીષ્મની જ, જેમ, 


પ્રેમના કુરુક્ષેત્રમાં,

હું પણ ઘવાયો છું,

પ્રિયજનથી જ, એમ.


આશા તો છે જ કે તું આવીશ ફરી ફરીને,

ક્યારેક કોણ જાણે કેમ ,

ખબર નથી હાથમાં તારા કોઈ તીર હશે કે

ફરશે તારો હાથ કોઈ ઔષધિની જ, જેમ.


ક્યાં સુધી મને, સમજાવે રાખીશ,

એક બાળકની જ જેમ,

નિયતી છે તારી 'નિપુર્ણ',

આવવું તો પડશેતારે,

નદી આવે સમાવા દરિયામાંજ, એમ.


Rate this content
Log in