સંબંધ
સંબંધ
સરસ મજાની જિંદગી, સુંદર સજાયા સંબંધ,
લાગણીઓ પ્રસરી રહી, ચોતરફ એક સુગંધ.
જીવવા આ જીવન, અનમોલ તારો પ્રબંધ,
કુદરત અમે માનવી, રહીશું તારા ઋણાનુબંધ.
સ્વાર્થ રુપી આ દરિયે, મળતો સ્નેહ અકબંધ,
સૌને મળતી મદદ, ભલેને હોય સ્વાર્થમાં અંધ.
પસાર કરે જિંદગી, છે એકબીજાના પ્રેમાનુબંધ,
કુદરત અમે માનવી, રહીશું તારા ઋણાનુબંધ.
ઉપરવાળાના ચોપડે, તૈયાર છે બધાનો નિબંધ,
જેવા લખાયા હોય લેખ, તેવા નિભાવિયે સંગ.
માનવતાની સુવાસ સઘળે, ક્યાંય નથી દુર્ગંધ,
કુદરત અમે માનવી, રહીશું તારા ઋણાનુબંધ.
