સમયની રફતાર
સમયની રફતાર
સમય એના ભરોસે ચાલ્યા કરે છે,
આસપાસ એ હોય એમ લાગ્યા કરે છે .
એવું નથી કે મુજ પર ભરોસો નથી,
એનો શ્વાસ મારી સાથે જીવ્યા કરે છે .
સમય આપણો નથી એ ખબર છે,
સૂર એના મારા કંઠે ગવાયા કરે છે .
તારા હોવાપણાની એક આદત પડી છે ,
તને શોધવા આંખ ચારેબાજુ ફર્યા કરે છે.
નથી પ્રત્યક્ષ મને એ ખબર છે ,
મન ફોકટમાં એને શોધ્યા કરે છે.