STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

સમયના વહેણ સાથે વહી રહી છું

સમયના વહેણ સાથે વહી રહી છું

1 min
367

સમયના વહેણ સાથે વહી રહી છું,

માર સમયનો સતત સહી રહી છું,

નિયતિ તો નથી મારા હાથમાં,

એટલે ભાગ્યના ઇશારે વહી રહી છું.


મૂંઝવણ છે, બેચેની છે થોડી ઉદાસી છે,

તોય જીવન સાથે સમાધાન કરી રહી છું,

ખબર છે વહેણ થકી જ ગતિમાન થવાશે,

એટલે વહેણ સાથે તાલમેલ સાધી રહી છું.


પીછે હઠ કરવી નથી મારે સતત વહે જાઉં છું,

મનખા જન્મ અણમોલ છે બસ

અણમોલ બનાવવાના સતત પ્રયાસો કરી રહી છું,

નીતિ થકી જ નિયતિ મારી નક્કી થશે,

એટલે અનીતિ થી દુર રહેવાના પ્રયાસો કરી રહી છું.


સારા કર્મો થકી પહેરીશ હું વિજયની વરમાળા,

બસ એટલેજ સતત સકારાત્મકતા ચશ્મા પહેર્યા કરું છું,

ઉદાસી હતાશા ગમ ને ફટકા માર્યા કરું છું,

જીવનના દરિયાને પાર કરવા,

સકારાત્મકતાનો સઢ હું ચડાવ્યા કરું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational