સમય.
સમય.
કોઈનો ક્યારેય કદી થયો નથી સમય.
કોઈનો એકધારો કૈં રહ્યો નથી સમય.
પરિવર્તન એ જાણે કે નિયમ છે એનો,
સાનુકૂળ સદૈવ કોઈને વહ્યો નથી સમય.
રજને ગજ બનાવી દેનારું છે પરિબળ,
કદાપિ કોઈએ સતત સહ્યો નથી સમય.
ગઈકાલ આજને ભાવિમાં હોય છે સક્રિય,
માંધાતાઓએ પણ અવગણ્યો નથી સમય.
નથી વિસાત વ્યક્તિની સમય છે બળવાન,
તોયે કોઈએ ઇશ્વર ઐને કહ્યો નથી સમય.
