STORYMIRROR

Prakruti Shah 'Preet'

Drama

4  

Prakruti Shah 'Preet'

Drama

સમય અને યાદ

સમય અને યાદ

1 min
477

સરકે સમય રેતી ની જેમ,

પીગાળે યાદો મીણ ની જેમ;


ના સમય આપણા હાથમાં, 

ના યાદો આપણા વશ માં.


સમય ની કેટલીક ક્ષણો, 

સર્જે જીવન માં યાદો;


કેટલીક મનગમતી,

તો કેટલીક કડવી.


મનગમતી યાદો એટલે,

જીવનભર નું સંભારણું;


જીવન માં સર્જાયેલા ખાલીપા,

 ને ભરવાનું સરનામું.


કડવી યાદો એટલે,

જીવન નો કાટમાળ;


સમય ને યાદો સાથે, 

વીતે જીવન ની ઘટમાળ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama