STORYMIRROR

Jeetal Shah

Fantasy

4  

Jeetal Shah

Fantasy

સમુદ્ર કિનારો.

સમુદ્ર કિનારો.

1 min
255





સમુદ્ર કિનારે શાંતિ છવાઈ,
વાદળી આકાશે મધુર સંગીત ગવાય 

સ્વચ્છ જળની લહેરો કિનારે અથડાય,
જાણે મોતીની માળા અહિંયા રેલાય,

રંગીન છત્રીઓની હારમાળા શોભે,
જાણે ફૂલો ખીલ્યાં બાગમાં આજે,

પેરાશૂટ ઊંચે આકાશે લહેરાય,
પવનની સાથે જાણે નૃત્ય થાય,

વૃક્ષોની સંખ્યા લીલીછમ દેખાય,
અને રસ્તો લાગે જાણે સોનેરી દેખાય,

દૂરથી જોતાં આ દ્રશ્ય લાગે એવું,
જાણે સફેદ ચાદર કોઈએ પાથરી.

કુદરતની આ સુંદર કલાકારી,
 ઈશ્વરની આ સુંદર કલાકારી .                




સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy