સમર્પણ-
સમર્પણ-


પિતા હોય છે છત્રછાયા,
પિતા જિંદગીનો આધાર હોય છે,
પિતા હોય છે પહાળ જેવા,
જેમાં સ્નેહનું ઝરણું સદાબહાર હોય છે.
પિતા બહારથી દેખાતા હોય,
ભલે નાળિયેર જેવા કઠોર,
પિતાની અંદર મુલાયમતા,
અપંરપાર હોય છે.
પિતા એ માત્ર સંતાન પાછળ,
લાગતું નામજ નથી હોતું,
પિતા સંતાનોની,
જિંદગીના તકેદાર હોય છે.
પિતા ખર્ચી નાખતા હોય છે,
પોતાની પુરી જિંદગી સંતાન પાછળ,
પિતા હોય છે સહદયી,
પિતા જેવા ક્યાં કોઇ ઉદાર હોય છે !
સુરક્ષા, સહાય, સાથ, જુસ્સો,
અને સમર્પણનું દર્પણ છે પિતા,
પિતા સંતાનોની જિંદગીના,
સમર્થ સુત્રધાર હોય છે.
કેટકેટલાય દુઃખો, કેટકેટલીય વાતો,
ધરબી દેતા હોય છે અંદર,
પિતા તો જાણે સમંદરનો,
સાક્ષાત્કાર હોય છે.