સ્મરણો
સ્મરણો
1 min
264
હૃદયના ત્રાજવામાં થોડાક સ્મરણો જોખું છુ,
જીભની મીઠાશ કાજ તમારી વાતો ચાખું છું.
હવે તો વિદાય આપી દયો તમારા હૃદયમાંથી,
અઢળક યાદોનું દર્દ બની તમારા મનમાં દુખું છું.
વગર મંજૂરી એ ગમે ત્યારે આવો છો સ્મરણમાં,
ના ફૂલ, ના ચોખા, હું તો તમને ગઝલથી પોખુ છું.
જાણું છું નથી સંભવ રૂબરૂ મુલાકાત દિવસની,
હું તો સ્વપ્નમાં મળવા બસ એક રાત જંખુ છું.
બધા રંગો એમને મુબારક જેના નસીબમાં તમે,
હું તો તમને શુદ્ધ, બેદાગ અને "શ્વેત" લખું છું.