સ્મરણાંજલિ - 2
સ્મરણાંજલિ - 2
સર શાંતિસ્વરૂપ ભટનાગર
(વૈજ્ઞાનિક)
જન્મ- ર૧/ર/૧૮૯૪ મૃત્યુ- ૧/૧/૧૯પપ
વિજ્ઞાનની શોધોનો છલકાવ્યો સાગર,
એવા વિજ્ઞાની શાંતિસ્વરૂપ ભટનાગર,
દેશમાં વધાર્યું ગૌરવ વિજ્ઞાનનું,
વિજ્ઞાનની શોધોમાં કામ કર્યું શાનનું,
ચિત્રમાં વિજ્ઞાન વસે હૃદયમાં કવિ,
નાટકો ને વાર્તામાંયે હતા અનુભવી,
વાર્તા ઉપરથી બની ફિલ્મ અનારકલી,
તોય વિજ્ઞાન પ્રત્યે રહી લાગણીઓ ભલી,
વિજ્ઞાન પરિષદોના પ્રમુખ ખુબ રહ્યા,
પંચાવનની સાલે અનંતયાત્રાએ ચાલ્યા.
