સ્મરણાંજલિ 06
સ્મરણાંજલિ 06
લૂઈ બ્રેઈલ
(બ્રેઈલલિપિના શોધક)
જન્મ- ૪/૧/૧૮૦૯ મૃત્યુ- ર૩/ર/૧૮પર
અંધ છતા અંધો માટે શોધી મંજિલ,
’બ્રેઈલ લિપિ’ શોધનાર એ લૂઈ બ્રેઈલ.
થયો જન્મ પેરિસ નજીક મોચીના ઘેર,
ચાર વર્ષે કુદરતે આંખોમાં કર્યો કેર.
અંધજનો હોંશે વાંચે ને હોંશે ભણે,
છ ટપકાંવાળી લિપિ અંધાપો હણે.
હતા બ્રેઈલ વળી ઉત્તમ સંગીતકાર,
ઓર્ગેનિષ્ટોમાં ગણાતા તેઓ સરદાર.
તેઓની શોધે અંધો આનંદથી ભમે,
તેઓની મહાનતાને મસ્તક નમે.
