STORYMIRROR

Patel Padmaxi

Classics Thriller Tragedy

3  

Patel Padmaxi

Classics Thriller Tragedy

સમજણ

સમજણ

1 min
272


સમજણ સમજણ સળગે સંસારના વિસ્તારમાં,

ભડભડ બળી રહે ભીતર એ પળપળ.


સહન કરવાનું રહે સમજદારે હરહંમેશ,

દેખાય એવા હોતા નથી કદી એના સળ.


સલાહોના સાગરમાં ડૂબાડી દેતાં કાયમ,

ખારાશ ના વહી શકતી જાહેરમાં દળદળ.


ડાહયાગીરી પર ઉભા ઉપદેશવા હરકોઈ,

વદે હોઠો હસતાં જૂઠાણા હજારો હળાહળ.


'તું તો સમજ' આટલું બોલી ચૂપ કરે દુનિયા,

માત્ર સમજણા માટે જ છે સઘળી આ ચળવળ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics