સળગતા સવાલ
સળગતા સવાલ
ઘડ મથલે સળગતા સવાલને સતત નિજ નયન સમક્ષ ઊતારે
આજુ બાજુની પ્રક્રિયાથી વિલુપ્ત રહી નિજને ખાઈમાં લઈ પડે,
એકાગ્રતાની અસરથી પ્રેરાઈને અર્જુની ક્ષમતાને વરવા મથે,
નિજ કોઠાની ક્ષમતા ભૂલે અકલમાં નકલના કોપી રાઈટ નડે,
ઈશ્વરીય કલાનું પ્રમાણ લાખોમાં ક્યાંક એકાદ જોડિયા મળે,
પર પડસાયે ચાલતા ખુદના અસ્તત્વને હારની રાહે વહેતું કરે,
સામાજિક પ્રાણી છે માણસ એ વાત ખરી પેટ સૌના જુદા રહે,
ભૂખના તિવ્રતાનાં પ્રકાર હોઈ ખુદ કોઠાની ક્ષમતાની વજૂદ રહે,
ગગન વિશાળ ભૂમિ મર્યાદા પંખીની પાંખે ગરજ માળાની રહે,
ધરા તલની મર્યાદા બહાર જતા ખુદ પગ તળેની જમીન સરકે.