સલાહ ના આપો
સલાહ ના આપો
1 min
579
એ તમારી પાસે રાખો,
સલાહ ના આપો,
ના ફાવે તો કાંઈ નઈ,
રસ્તો બદલી નાખો,
હું મારામાં મસ્ત છું,
ભલે લાગે અસ્તવ્યસ્ત છું,
હું મારામાં વ્યસ્ત છું,
જીવો અને જીવવા દો,
મને ના માપો,
સલાહ ના આપો,
જીવન મારું, રીત મારી,
રસ્તો મારો, જીત મારી,
સાંભળવાની ટેવ નથી,
હું મારો રસ્તો કાપું છું,
તમે તમારો રસ્તો કાપો,
સલાહ ના આપો,
પડીશ હું, તો મને વાગશે,
પગ ભાંગે, તો મારો ભાંગશે,
પડવા દો, વાગવા દો, ઉઠવા દો,
મારા કાનમાં ખામી છે,
કાઢો દર્પણ સામે બળાપો,
સલાહ ના આપો.