STORYMIRROR

Kaushik Dave

Drama Inspirational Children

3  

Kaushik Dave

Drama Inspirational Children

સ્કૂલ

સ્કૂલ

1 min
144

ચાલોને બાળપણ યાદ કરીએ

બાળપણના મિત્રોનો સાથ કરીએ,


યાદ આવે છે મને સ્કૂલ આપણી

આજ ફરીથી ભણવા જઈએ,


ચાલોને બાળપણ યાદ કરીએ,


સવાર સવારમાં બૂમ પડતી

નિશાળ જવામાં મોડું થાતું

ચાલો ઝટપટ તૈયાર થઈએ,


ચાલોને આપણે સ્કૂલ જઈએ,


મિત્રોનો સાથ રહેતો

ખભે દફતરનો ભાર રહેતો

દોડતા દોડતા નિશાળ જઈએ,


ચાલોને બાળપણ યાદ કરીએ,


નિશાળમાં ભણવાની કેવી મઝા !

નવું નવું શીખવાની તક મળે

ચાલોને લેસન કરી લઈએ,


ચાલોને આપણે સ્કૂલ જઈએ

આપણા બાળપણને યાદ કરીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama