સખી
સખી
કોઈ પણ ભાષાના શબ્દકોશમાં સૌથી લાગણીસભર પહેલાં બે શબ્દો શોધીએ, તો એમાં 'સખી' ચોક્કસ આવે. મિત્રતાના ઘણા ઉદાહરણો ઈતિહાસના પાને અંકિત છે. પરંતુ સ્ત્રી વચ્ચેની મિત્રતા વિશે બહુ ઓછા ઉદાહરણો લોકજીભે ચડ્યાં છે. કોઈ પણ સ્ત્રી જયારે એકબીજાને સમૂહમાં સંવેદે છે, એકબીજાને સમજે છે ત્યારે રચાય છે સખી મંડળ જે તેઓ વચ્ચેનો સામાજિક સંબંધ રચી એમની વચ્ચે મૈત્રીનો એક નવો સેતુ રચાય છે. આમ સખીમંડળની સ્ત્રીઓ જ્યારે એકબીજાને મિત્ર તરીકે હૃદયથી સ્વીકારે છે, ત્યારે……
સખી મંડળ છે જ નિરાળું
જ્યારે આવે ત્યારે ફૂલો બની આવે છે.
સખી હ્ય્દની વહેતી
મંગળ ભાવનાઓએ
સૌને ભાગ્યશાળી બનાવ્યા છે
ત્યારે
વધારે કહું, કે આભાર માનું
તો
આપ સૌ સખીઓને
અળગા કરતી હોઉં તેવું લાગે
અને ...હું નિ:શબ્દ બની છું !
ત્યારે મારી આંખની ભીનાશ
આપ સૌના પ્રેમે આસું બની ટપકે છે.
