STORYMIRROR

CHETNA GOHEL

Inspirational

4  

CHETNA GOHEL

Inspirational

સજાવી લઈએ

સજાવી લઈએ

1 min
23.6K

ચાલ આંખોના સપનાને આજ સજાવી લઈએ.

દિલમાં ભરી ઉડાન પંખી બની ઉડાવી લઈએ.


વહેતા પાણીની જેમ સરકતો જાય છે સમય,

વહેતા પાણી પહેલા પાળ તો બનાવી લઈએ.


કંટકો ભરી વાડ ચારેબાજુ છે પથરાયેલી,

કંટકો સંગ મળી થોડી મિત્રતા બનાવી લઈએ.


પહાડો મુશ્કેલીના ઊભા થતા જ રહેવાના,

પહાડોને કોતરી નાની કેડી તો બનાવી લઈએ.


દરિયો અશ્રુનો અખૂટ ભર્યો છે આંખોમાં,

બૂંદને મોતી સમજી આંખોમાં સજાવી લઈએ.


સૂરજ આથમી ગયો ફરી કાલ ઊગવાનો જ,

ઉગતા સૂર્યની સાથે આજને અજમાવી લઈએ.


ભૂલ તું ભૂતકાળ ના ભવિષ્યનો વિચાર,

આજને ઓળખી ખુદને તેમાં ગોઠવી લઈએ.


મનુષ્ય તણો અવતાર આપ્યો ઈશ્વરે,

માનવ બની સારા કર્મોનું ભાથુ બંધાવી લઈએ.


રોજ નવા નવા દાવપેચ રમતો માનવી,

રમતોની વચ્ચે હાસ્ય ને પણ સમાવી લઈએ.


મન તો છે અતરંગી રોજ રોજ ફરતું,

ચેતનાને સમાવી હકીકતમાં જીવાડી લઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational