Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Abstract

3  

Parag Pandya

Abstract

સીનેજર

સીનેજર

1 min
4


બૂઢો બૂઢિયો ટોપી પહેરે જાણે બુધિયામાં પ્રવેશી જવાની,

ને કહેતો ખુદને 'સીનેજર' ઉર્ફ સિનીયર ટીનેજર થયાની,


ડોહામાં છુપાયેલો પેલો વાંદરો આ ઉંમરે જ કરે ડોકિયાં,

એટલે ડોહાએ મહીંના વાંદરાને મારવા ગુલાંટ છૂટા મૂક્યાં,


બુઢીયા ટોપી, બાંડીયું સ્વેટર બખ્તર, ગળે મફલરનો ફાંસો,

ઠંડીમાં એવા અક્કડ હાથ, આપે મશીનગન પકડ્યાનો ઝાંસો,


સમયની દોડમાં ક્યારે બુધિયો ડોહો થઈ ગયો જાણ બહાર,

હવે પરીક્ષા થશે કોણ હાંફે છે પહેલું સમય કે ડોહો બુધિયો;


મંઝિલ તો એની એ જ છે પણ દર ગુલાંટે શ્વાસ લે છે નવો,

દર ગુલાંટે બુધિયો છલકાય છે ને સામે સ્વજન મલકાય છે !


આવા બુધિયા ' સીનેજર'ની દીવાનગી પર નાચે છે દુનિયા,

ભેદ સૌ ખુલ્લા હરખપદુડાની દીવાનગીના છતાં છે ખાનગી !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract