સીધી લીટીનો પ્રેમ
સીધી લીટીનો પ્રેમ


અધકચરી આવડત છે મારી,
મને નથી આવડતો સીધી લીટીનો પ્રેમ.
નથી આવડતો ઝાકમઝાળ વારો પ્રેમ.
બસ આવડે છે ફકીર માફક અલગારી પ્રેમ...
પણ આ મારા પ્રેમને જાણવા માટે પણ તારે અલગારી બનવુ પડે...
સાવ નફ્ફટ સવાલો હોય છે મારા,
અને સાવ અણછાજતું વર્તન.
અને તું જાણે છે છતાંય મને ચાહે છે.
એ તારી મહાનતા છે.
જિંદગીને પ્રસાદી માની છે.
મારા એકલાનો થોડો હક છે.
એ પણ આ પ્રસાદીનાં ભાગીદાર છે.
એ એની નિયતિ લઈને આવ્યા છે.
હું માત્ર વહેંચી રહ્યો છું,કોઈ પણ જાતની અપેક્ષા વગર.
પ્રેમ પ્રસાદ...
આવ આપણે સાથે મળીને વહેંચીએ....
વચન કેવાં?
એમજ વિશ્વાસ હો
જિંદગી ભર.