STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Romance

શ્વાસોની સરગમ

શ્વાસોની સરગમ

1 min
241

પથ્થર જેવા મારા દિલમાં,

પ્રેમનો અક્ષર કોતરી ગયા,

અઢી અક્ષરના પ્રેમ શબ્દનો,

મર્મ મુજને સમજાવી ગયા.


નજર તમારી સાથે મળતાં,

પ્રેમનો ઈશારો તમે કરી ગયા,

નજરના જામ છલકાવી મુજને, 

ઘાયલ દિલથી મુજને કરી ગયા.


લટકાળી ચાલ જોઈને મારા,

મનડાના મોર નચાવી ગયા,

મધુર ઝાંઝરના નાદથી મુજને,

તા તા ત્ ત્ થેઈ નચાવી ગયા.


તમારા શ્ચાસોની સરગમથી, 

દિલ મારૂં પ્રેમથી ધડકાવી ગયા,

તમારા યોવનની મહેંકથી મુજને,

મદહોંશીમાં તમે ડૂબાડી ગયા.


તમારા પ્રેમના તાલ સંગે મુજને,

પ્રેમની શરણાઈ વગડાવી ગયા,

પ્રેમની જ્યોત પ્રગટાવી"મુરલી"

દિલમાં મુજને તમે વસાવી ગયા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance