શૂન્ય
શૂન્ય


આંકડો છું પણ નથી ઘન કે ઋણ
મૂલ્યવાન સંખ્યા અમે નથી તૃણ,
મીંડું એકલું હોય તો રાશિ ભમરડો
મોંઘુ ઘન અંકને જમણે જો ભરડો,
આંકડે હું મધ પણ અંક રૂપે બિંદુ
નગણ્ય અગણ્ય વ્યોમ જ્યમ ઇંદુ,
ક્રમિક વધતું મૂલ્ય ખસ્યે હું જમણે
શૂન્ય રહું છું ગુણો કે ભાગો બમણે,
ઉમેરો બાદ કરો અંક તો એનો એજ
લાખ કરોડ અબજમાં શૂન્યનું તેજ,
ભાજ્ય કે અવિભાજ્ય નથી હું પૂંજ
શૂન્ય બીજગણિત શોભાનો છે કુંજ,
શૂન્ય એકલો કુદરતી બેકી આંક
શૂન્ય કલાકે સંસદમાં આડો વાંક,
નાનીમોટી રાશિ શૂન્ય ઘાતે એક
ગણિત વિજ્ઞાને શૂન્યની મોટી ટેક,
આંકડો છું પણ નથી ઘન કે ઋણ
કિંમત હિન છતાં મેં ઉતાર્યું ઋણ.