STORYMIRROR

Irfan Juneja

Inspirational Romance

3  

Irfan Juneja

Inspirational Romance

શું તું મારો સાથ નિભાવીશ?

શું તું મારો સાથ નિભાવીશ?

1 min
14K


દુનિયાની ભીડમાં છું હું એકલો,

શું તું મારો સાથ નિભાવીશ?


સ્વપ્નોની છે દુનિયા મારી,

શું તું મારો સાથ નિભાવીશ?


રોજ ગમે છે લખવું મને,

શું તું મારો સાથ નિભાવીશ?


હરવું ફરવું ગમે છે મને,

શું તું મારો સાથ નિભાવીશ?


દેખાતો નથી હું એટલો સ્માર્ટ,

શું તું મારો સાથ નિભાવીશ?


વાંચનનો છે શોખ ઘણો,

શું તું મારો સાથ નિભાવીશ?


કમ્પ્યુટર સાથે લહુ છું લમણાં,

શું તું મારો સાથ નિભાવીશ?


ભાવે અવનવી વાનગીઓ મને,

શું તું મારો સાથ નિભાવીશ?


ચેટિંગ કરવું આદત મારી,

શું તું મારો સાથ નિભાવીશ?


આળસુ છું હું એક નંબરનો,

શું તું મારો સાથ નિભાવીશ?


સર્વધર્મ સંભાવ છે મારી ભાવના,

શું તું મારો સાથ નિભાવીશ?


ગુજરાતી હોવાનું ગર્વ છે મને,

શું તું મારો સાથ નિભાવીશ?


પુસ્તકો છે મારા સાચા મિત્રો,

શું તું મારો સાથ નિભાવીશ?


ક્રિકેટ છે પ્રિય રમત મારી,

શું તું મારો સાથ નિભાવીશ?


હું તો બસ છું જ આવો,

શું તું મારો સાથ નિભાવીશ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational