STORYMIRROR

Anonymous Writer

Tragedy

3  

Anonymous Writer

Tragedy

શું કહેવું આ સમયનું!

શું કહેવું આ સમયનું!

1 min
299

આ સમય ને કઈ સહન નથી થતું સાહેબ!

જરાક ખુશી ના પલ માણી લઉં ને, તો જાણી જોઈને,

આ ખરાબ ચાલવા લાગે છે,


આને માત્ર એક જ કિતાબ વાંચતા આવડે છે,

ને એ છે કિસ્મતની,

શું લખ્યું છે ને એમાં, દરેક પળ

બરોબર વાંચી જાયે છે,


લોકો કહેતા હોય છે કે

સમય બધા ઝખમને ભરી દે છે

ના સાહેબ,

આ સમય તો બહુ દોઢ ડાહ્યો છે,

એ એક પીડા પછી બીજી,

એટલી મોટી પીડા આપી દે છે,

કે પહેલીનો અફસોસ જ થતો નથી,


કોઈ વિષય નહિ કોઈ તૈયારી નહિ,

પણ સતત પરિક્ષા જ લીધા કરે છે,

કોઈ ને માંદગી નું, કોઈને બેરોજગારીનું,

કોઈ ને જૂદાઈનું પ્રશ્નપત્ર આપે છે,

પણ સુખની વાત તો એટલી છે,

કે જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી,

આ સમય કોઈને નાપાસ કરતો નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy