જીવનની આફત
જીવનની આફત
1 min
475
નક્કી કરી જ્યારે મેં મંઝિલ મારી,
વચ્ચે પર્વત શ્રંખલા સર્જાઈ ગઈ,
કરીને મહેનત મે જ્યારે માર્ગ બનાવ્યો,
તે જ ક્ષણે સામે દરિયો ભટકાઈ ગયો,
તરી ગયો હું દરિયો, તો આગળ,
ઋતુનું મિજાજ બદલાઈ ગયો,
એવો પડ્યો છપનીયો દુકાળ કે,
આંખમાંનું દરેક અશ્ક બાષ્પ બની ઉડી ગયું,
જોઈ હતી મે તો વાટ વરસાદની,
શું ખૂટ્યું પૂરને, કે આવી બધું મારું લૂંટી ગયું,
આવવાનું થયું જ્યારે જીવનમાં સુખ મારે,
ફરી ગઈ હાથની એ લકીર જેને આ ના પોષાયું,
નહોતું કર્યું મેં દેવું કે નહોતી કરી ઉધારી,
છતાં ઉંમર ખર્ચીને બધાને વ્યાજ ચૂકવવું પડી ગયું.