STORYMIRROR

Anonymous Writer

Drama

3  

Anonymous Writer

Drama

ચાલ્યો જા તું સમય

ચાલ્યો જા તું સમય

1 min
409

જા ચાલ્યો જા તું સમય

સમય મારે પણ તારી રાહ નથી જોવી,

જોવી છે મારે તો એની લાગણીઓ,


લાગણીઓ જે ખૂટવા લાગી,

લાગી આવ્યું મારા દિલ ને કે,

કે કઈ રીતે સમજાવું ખુદને,


ખુદને જ્યારે એની પાછળ અણસમજુ થતા જોયું છે,

છે નથી કોઈ કદર હવે એને મારી,

મારી જાત એ વાત છે સ્વીકારી,


સ્વીકારી છે, કે પ્રેમ એ ભૂલ હતી એક,

એક હતા આપણે બન્ને, એક હતો પડછાયો,

પડછયો જે અંધારામાં હવે ક્યાંક ખોવાઈ ગયો,


ગયો હતો હું તો અલ્પવિરામ મૂકવા પરંતુ,

પરંતુ તું તો પૂર્ણવિરામ મૂકી ચાલ્યો ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama