STORYMIRROR

Anonymous Writer

Drama

3  

Anonymous Writer

Drama

બસ આવ એકવાર

બસ આવ એકવાર

1 min
197

તું આવ બસ એક વાર,

આ શિયાળા દરમ્યાન,

હું બતાવું તને કે કેવું મારું હૃદય,

દરરોજ રાતે ભડકે ભરે છે,


કરું છું હું તાપણી,

સળગાવીને તારી યાદો ને

ને રોજ મારું દિલ,

જાણે છાવણીમાં ફેરવાય છે,

જોઉં છું રાહ કે કોઇ આવે,

રેડવા સનેહભર્યું પાણી,

તો કદાચ આગ ઓલવી જાય,

ને મને મળે મારે જિંદગી પાછી,


રડું છું અંધારામાં એકલો,

તો ચાંદની આવીને સ્પર્શે છે,

ચાંદ પણ કહે જોઈને મારી વેદના,

કે તારા બી તો કોઈક દી તૂટે છે,

પ્રેમની વાતો હું નહિ કરું,

સબંધ માંજ તો છેતરાયો છું,

અજાણી વ્યક્તિ બની ને બેસ જોડે

તને હું બેવજહ ચાહું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama