જિંદગી
જિંદગી


મારવા દોડે છે જે મને
એ ક્યાં જાણે મારી જિંદગી ક્યાં છે,
શોધે છે ઘરે ઘરે
જેને મેં કિતાબમાં સંતાડી રાખી છે,
આ સમાજ એ મને બેદખલ કર્યો
પણ હું નથી એકલો,
કોઈ જઈને બતાવી આવે એમને
કે મેં તો મારી જ અંદર દુનિયા સર્જી દીધી છે,
શું કહું આ લોકોને,
એ પ્રેમ હતો જે કોઈને સમજાયું નહિ,
અરે, એ ફક્ત પ્રેમ હતો એટલે કોઈને સમજાયું નહિ,
હૃદયની વાતો કાઢવી સરળ નથી હોતી,
એ જે બેઠી છે દિલમાં મારા,
કાઢી દઉં એને એવું મારું ગજું નથી,
ધોધમાર હતો વરસાદ જે દિવસ,
ખૂબ શાંત લાગ્યો એ દરિયો મને સાહેબ
જ્યારે પ્રેમ મે કર્યો ને,
ગાંડાતૂર લોકોને થતાં જોયા છે.